સખીને
આવી ભીડમા સાથે ચાલવાનુ,સખી મારાથી નહી બને, ને બધા જેવા થવાનુ, સખી મારાથી નહી બને
તુ હદય મારૂ તપાસી ને દોસતી કરજે અહી
જાતને શણગારવાનુ,સખી મારાથી નહી બને
હુ ભલે નાની નાની વાતોમા તને હસાવવા મથુ
પણ તને સમજાવવાનુ ,સખી મારાથી નહી બને
હુ ભલે ઘણી પાછળ રહી જાઉ
પણ આપડી મિત્રતા ભૂલવી એ ,સખી મારાથી નહી બને
તારૂ ને મારૂ અળગા થવુ મંજૂર રાખુ છુ
પણ તને કાળજેથી કાપવાનુ, સખી મારાથી નહી બને.
Comments
Post a Comment